ખેની બિઝનેસ નેટવર્ક
એકબીજાને ઓળખીએ, યોગ્ય રેફરલ આપીએ અને સાથે આગળ વધીએ.
ખેની પરિવારના બિઝનેસ કરતા સભ્યો નિયમિત રીતે મળી શકે, એકબીજાના બિઝનેસને સમજી શકે, યોગ્ય કસ્ટમર, રેફરલ અને કોન્ટેક્ટ શેર કરી શકે અને સાથે નવી બિઝનેસ તકો ઊભી કરી શકે, એ માટે ખેની બિઝનેસ નેટવર્ક શરૂ કરવાનો વિચાર છે.
હાલ અમે ફક્ત નામ નોંધણી લઈ રહ્યા છીએ. પૂરતી નોંધણી મળશે તો ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ પછી સમિતિ મળેલી માહિતી જોઈને આગળની યોજના નક્કી કરશે.
આ નેટવર્કમાં શું થઈ શકે?
- નિયમિત બિઝનેસ નેટવર્કિંગ મીટિંગ
- દરેક સભ્યને પોતાના બિઝનેસનો ટૂંકો પરિચય આપવાની તક
- યોગ્ય કસ્ટમર, રેફરલ અને કોન્ટેક્ટ શેર કરવાના અવસર
- બિઝનેસ અનુભવ, માર્ગદર્શન અને આઇડિયા શેર કરવા
- એકબીજા સાથે કામ કરી શકે એવા બિઝનેસને જોડવા
મીટિંગ કેટલી વાર થશે, ક્યાં થશે, ફી રહેશે કે નહીં અને નેટવર્ક કેવી રીતે ચાલશે, આ બધું પૂરતી નોંધણી મળ્યા પછી બધા સાથે બેસીને નક્કી કરવામાં આવશે.
કોણ ફોર્મ ભરી શકે?
આ ફોર્મ ફક્ત ખેની બિઝનેસ ડિરેક્ટરીમાં મંજૂર થયેલા બિઝનેસ માટે છે.
તમારો બિઝનેસ હજુ નોંધાયેલો નથી? પહેલાં બિઝનેસ નોંધાવો →
તમારો સંપર્ક નંબર અને સૂચનો ફક્ત સમિતિ જોઈ શકશે. જાહેર ડિરેક્ટરીમાં દેખાશે નહીં. નામ નોંધાવવાનો અર્થ એ નથી કે સભ્યપદ નક્કી થઈ ગયું છે.